કન્યા શિક્ષણનું ધ્યેય સાકાર કરવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલઃ |
. | ગ્રામ્ય કક્ષાએ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. |
. | આ યોજનામાં ૩૫% થી નીચે સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોને આવરી લેવામાં આવે છે. |
. | આ યોજનામાં પહેલા ધોરણમાં પ્રવેશ પામતી કન્યાને રૂ. ૨૦૦૦/- ના નર્મદા શ્રીનિધિના બોન્ડ આપવામાં આવે છે, તેમજ ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરતાં કન્યાને વ્યાજ સહિતની રકમ ચુકવવામાં આવે છે. |
. | આ યોજના હેઠળ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને ધો. ૧ માં પ્રવેશ વખતે રૂ. ૨૦૦૦/-ના નર્મદા શ્રીનિધિ બોન્ડ આપવામાં આવે છે. |
|
વર્ષ | બજેટ જોગવાઈ (રૂ. કરોડમાં) | મળેલ દાનની રકમ (રૂ. કરોડમાં) | રકમ (રૂ. કરોડમાં) | ખરીદવામાં આવેલ બોન્ડની સંખ્યા |
૨૦૦૨-૦૩ | ૧૦.૦૦ | ૧.૯૮ | ૧૧.૯૮ | ૧,૧૦,૮૨૯ |
૨૦૦૩-૦૪ | ૧૫.૦૦ | ૧.૮૨ | ૧૬.૮૨ | ૧,૫૪,૪૫૭ |
૨૦૦૪-૦૫ | ૧૫.૦૦ | ૦.૩૬ | ૧૫.૩૬ | ૧,૩૦,૦૦૦ |
૨૦૦૫-૦૬ | ૧૫.૧૦ | - | ૧૫.૧૦ | ૧,૫૧,૦૩૪ |
૨૦૦૬-૦૭ | ૧૫.૦૦ | - | ૧૫.૦૦ | ૧,૧૬,૩૦૦ |
૨૦૦૭-૦૮ | ૧૫.૦૦ | - | ૧૫.૦૦ | ૧,૪૭,૫૦૬ |
૨૦૦૮-૦૯ | ૧૫.૦૦ | - | ૧૫.૦૦ | - |
૨૦૦૯-૧૦ | ૧૪.૫૦ | - | ૧૪.૫૦ | - |
૨૦૧૦-૧૧ | ૧૩.૦૦ | - | ૧૩.૦૦ | - |
૨૦૧૧-૧૨ | ૧૩.૦૦ | - | ૧૩.૦૦ | - |
|
ક્ર.પ્રાશિનિ/ક/વિઘાલક્ષ્મી/૦૪-૦૨/૮૮૧૭/૮૯૬૨ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. ૧૨/૧, જૂના સચિવાલય, ગુ.રા. ગાંધીનગર. તા. ૨-૬-૦૪ |
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો