બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારે જાહેર કર્યુ સાતમું પગારપંચ




                     નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર ચૂંટણી નજીક આવતાંની સાથે જ સરકારે લોકોને આકર્ષવા માટે સાતમા પગારપંચ નીમવાની જાહેરાત આજે કરી છે. જેમાં પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓનો સમાવેશ થશે. આ જાહેરાતને કારણે 80 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. આ પગારપંચની ભલામણોનો લાભ 1 જાન્યુઆરી, 2016થી નોકરીયાત વર્ગને મળશે. આ પગારપંચની ભલામણનો લાભ કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ જેમ કે સંરક્ષણ મંત્રાલય, રેલ્વે તેમજ 30 લાખ પેન્શનરોને મળશે. આ જાહેરાત આગામી પાંચ રાજ્યોની ચૂંટણી અને આવનારા વર્ષમા આવતી લોકસભા ચૂંટણી પહેલા કરવામા આવી છે. સરકાર દર દસ વર્ષે પગારપંચની નિમણૂંક પોતાના કર્મચારીઓ માટે કરે છે અને ઘણી વાર રાજ્યો કેન્દ્ર સરકારના પગારપંચને સ્વીકારે છે. સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું. આ પગારપંચના પ્રમુખ અને તેના સભ્યોના નામ ટુંક સમયમાં જાહેર થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.com