સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013

નિયત ફી લઇ વાહનોના પસંદગીના નંબરો આપવા બાબત

નિયત ફી લઇ વાહનોના પસંદગીના નંબરો આપવા બાબત







  

નિયત ફી લઈ વાહનોના પસંદગીના નંબરો આપવા બાબત
ગુજરાત સરકારગૃહ વિભાગ,
ઠરાવ ક્રમાંક - એમવીએ-૧૦૮ર/મંત્રી/૭૭/ખ,
સચિવાલય, ગાંધીનગર
તા.૬-૭-ર૦૦૧
વંચાણે લીધા -
  1. ગૃહ વિભાગ ઠરાવ ક્રમાંક - એમવીએ/૧૦૮ર/મંત્રી/૭૭/ખ.તા.૧૧-૧૧-૯૩
  2. ગૃહ વિભાગ સુધારા ક્રમાંક - એમવીએ/૧૦૮ર/મંત્રી/૭૭/ખ.તા.૧પ-૧-૯૪
  3. ગૃહ વિભાગ સુધાર ક્રમાંક - એમવીએ/૧૦૮ર/મંત્રી/૭૭/ખ.તા.૧પ-૩-૯૭
  4. વાહનવ્યવહાર કમિશનરનો પત્ર ક્રમાંક - આરએન્ડડી/નોંધણી પસંદગી નંબર/ ૩૭૭ તા.પ-પ-૦૧
ઠરાવ -
    નિયત ફી લઈ નવા નોંધાતાં વાહનો માટે વાહનમાલિકોની પસંદગીના નંબર આપવા માટેની યોજના ૧૯૯૩થી અમલમાં છે. આ માટેના સંદર્ભમાં જણાવેલા તમામ ઠરાવો/સુધારા રદ કરી વાહનોની નોંધણીની પસંદગી નંબર મેળવવા માટે આથી નીચે મુજબની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવે છે.
પસંદગીના નંબર મેળવવા માટેનું ફીનું ધોરણ
ક્રમવાહનનો પ્રકારફીનું ધોરણ
બે પૈડાવાળા વાહનો, (સાઇડ કાર સહિત મોટર સાયકલ)ત્રણ પૈડાવાળા વાહનો (પેસેન્જરગુડસંઅને ખાનગી )રૂ.૧૦૦૦/-
ચાર પૈડાવાળા વાહનોહળવામધ્યમઅને ભારે માલ વાહનો મેક્સીકેબપેસેન્જર બસઅન્ય વાહનોરૂ.૫૦૦૦/-
શરતો -
  • અરજદાર કે જે ચોક્કસ વાહનનોંધણી નંબર મેળવવા ઇચ્છા ધરાવે છે તેમણે એક સાદા કાગળ પોતાનો પસંદગીનો નંબર દશાર્વી વાહનનોંધણી અધિકારીને અરજી કરવાની રહેશે અને તે અરજી ઉપર પસંદગીના નંબરની ઉપલબ્ધો અંગે વાહનનોંધણી અધિકારીનો શેરો (નોંધ) મેળવી, તે જ અરજી સાથે તાત્કાલિક નિયત ફી ભરી તે જ દીવસે વાહનનોંધણીના હેતુ માટે. નિરીક્ષણ માટે રજૂ કરવાનું રહેશે.
  • શરત નં.(૪)ની શરતને આધીન રહીને પસંદગીના મોટરવાહનનોંધણી માટે જે વાહનના માલિકે વાહનનોંધણી અધિકારીને પ્રથમ અરજી કરી હોય અને પ્રથમ ફી જમા કરાવી હોય તેને જ અગ્રીમતા આપવામાં આવશે, પરંતુ જે દિવસે વાહનમાલિકે અરજી કરી હોય તેને પસંદગીનો નંબર આપવાની કાર્યવાહી બીજા દિવસે કરવામાં આવશે.
  • આ પસંદગીના નંબર જે તે વાહનનોંધણી સત્તાધિકારીના ક્ષેત્રમાં ચાલતી ચાલુ સિરીઝમાંથી જ આપવામાં આવશે.
  • કોઈ એક ચોકકસ પસંદગીનોં નંબર મેળવવા એક જ દિવસે એક કરતાં વધારે વાહનમાલિકો તરફથી અરજીઓ કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા નિયત કરાયેલા પસંદગીના નંબર મેળવવાની ફીથી ઓછી નહીં તેવી રકમની બંધ કવરમાં લેખિત ઓફર મેળવીને અરજદારોની હાજરીમાં જે વાહનમાલિકે તેમના પસંદગીનો નંબર માટે સૌથી વધારે રકમ આપવાની ઇચ્છા દર્શાવે તેમને પસંદગીનો નંબર પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી/ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા આપવામાં આવશે અને આવેલી અરજીઓ, રકમની વિગતો અને સફળ થયેલા વાહનમાલિક અંગેની જરૂરી વિગતો નોટિસ બોર્ડ ઉપર દર્શાવવાની રહેશે.
  • શરત નં(૪)મુજબ સૈથી વધારે રકમની ઓફર કરનાર વાહનમાલિક દ્વારા જો તે જ દિવસે ઓફર મુજબની રકમ ભરવામાં ન આવે તો પછીના ક્રમે આવતા ઓફર કરનાર વાહનમાલિકને પસંદગીનો સદરહુ નંબર ફાળવવામાં આવશે.
  • જો પસંદગીનો નંબર અગાઉથી અનામત રાખવાની અરજીની તારીખે પોતાનું વાહન નિરીક્ષણ અને નોંધણી માટે રજૂ કરવામાં ન આવે તો તેવા સમયે અનામત રદ કરવામાં આવશે અને પ્રસ્તુત અનામત રાખેલો નંબર, નોંધણી સત્તાધિકારી અન્ય માંગણીદારને ફાળવી આપશે.
  • અગાઉથી અનામત રાખેલો નોંધણી નંબર જે વાહનનોંધણી સત્તાધિકારીના ક્ષેત્રમાં ચાલતી સિરીઝ પ્રમાણે ફાળવવામાં આવશે.
  • આ રીતે ફાળવાયેલા નોંધણી નંબર વાહનમાલિક અન્ય વ્યક્તિને તબદીલ કરી શકશે નહીં.
  • પસંદગીના નંબર માટે અરજી સાથે ભરવામાં આવેલી અનામત ફી, કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
    આ ઠરાવનો અમલ તા.૧-૮-૦૧થી કરવામાં આવે છે.
    ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.
(આર. ડી. પટેલ)
સેક્શન અધિકારી,
ગૃહ વિભાગ.
પ્રતિ,
  • માનનીય રાજ્યપાલશ્રીના અંગત સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર
  • માનનીય મુખ્યમંત્રીશ્રીના અગસચિવશ્રી,
  • માનનીય સર્વે મંત્રીશ્રીઓના / રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓન / સંસદીય સચિવશ્રીઓના / વિરોધ પક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી
  • સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર
  • સચિવશ્રી ગુજરાત રાજ્ય તકેદારી આયોગ, ગાંધીનગર
  • સચિવાલયના સર્વે વિભાગો
  • વાહનવ્યવહાર કમિશનરશ્રી, ગુજરાત રાજ્ય અમદાવાદ,
  • સર્વે પ્રાદેશિક અને સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીઓ
  • નિયામકશ્રી, હિસાબી અને તિજોરી, અમદાવાદ
  • જનરલ સેક્રેટરી, ગુજરાત મોટરવાહનખાતુ, મિનિસ્ટ્રેરિયલ સ્ટાફ એસોસીએશન, આરટીઓ, બીલ્ડિંગ, સુભાષ પુલ પાસે, અમદાવાદ.
  • સિલેક્ટ ફાઇલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.com