બુધવાર, 31 જુલાઈ, 2013

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની રરપ જગ્યાઓને મંજૂરી

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની રરપ જગ્યાઓને મંજૂરી

Source : Guru Chankya

હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની તમામ રરપ જગ્યા્ઓ અપગ્રેડ થશે
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે તાલુકા સ્તગરે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા માટેની શિક્ષણ મંત્રીશ્રીની ફલશ્રુતિ 
મુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્યક મંત્રીમંડળની બેઠકમાં પ્રાથમિક શિક્ષણની ગૂણવત્તા સુધારવા માટે તાલુકા કક્ષાને સ્તરરે હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની ત્રીજા વર્ગની કર્મચારી શ્રેણીની રરપ જગ્યાઓ અપગ્રેડ કરીને તેને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)માં ગેઝેટેડ ઓફિસર કક્ષામાં મૂકવાનો સ્તુરત્યલ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવકતા ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મંત્રીમંડળના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્રમાં સર્વગ્રાહી સુધારાની દિશામાં જે ધ્યા્ન કેન્દ્રી ત કર્યું છે તેમાં, પાયાના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવા, છેલ્લા દશ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અને ગૂણોત્સવ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તકર ઉંચે લાવવા સ્વમૂલ્યાંકન અને ગ્રેડેશનના નવા આયામો સફળતાપૂર્વક અપનાવ્‍યા છે. રાજ્યરની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક માળખાકીય સુવિધાઓનો વ્યાપક અને સર્વગ્રાહી ધોરણે વિકાસ અને વિદ્યાસહાયકોની પારદર્શી નિમણુંકો જેવા ક્રાંતિકારી કદમો ઉઠાવ્યા્ છે, જેના પરિણામે રાજ્ય માં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ દર માત્ર ર.09 ટકા રહયો છે અને શાળામાં નામાંકન પ્રક્રિયા લગભગ 100 ટકા સુધી પહોંચી ગયું છે.
પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રેસિંહજી ચૂડાસમાએ મુખ્યગમંત્રીશ્રી સમક્ષ, તાલુકા કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગૂણવત્તા સુધારણા અને સુચારૂ વહીવટ સાથે કન્યાી કેળવણી ઉપર વિશેષ લક્ષ્ય આપી શકાય તે હેતુથી, રાજ્યઅના રરપ તાલુકાઓમાં હાલની તાલુકા કેળવણી નિરીક્ષકોની વર્ગ-3ની જગ્યાગઓ અપગ્રેડ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વર્ગ-ર માં (ગેઝેટેડ અધિકારી) મૂકવા રજૂઆત કરી હતી જેનો મુખ્યતમંત્રીશ્રીએ સ્વીઅકાર કર્યો હતો.
ગુજરાતમાં મુખ્યકમંત્રીશ્રીની પ્રેરણાથી ૅઆપણો તાલુકો વાઇબ્રન્ટં તાલુકોૅ(ATVT)ની સંકલ્પ ના સાકાર થઇ રહી છે એટલું જ નહીં, હવે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-8 ઉમેરાવાથી ઉચ્ચVતર પ્રાથમિક શાળાઓનું વ્યાહપક ફલક વિકસ્યું છે ત્યાકરે તાલુકા સ્તનરે જ, પ્રાથમિક શિક્ષણ, મધ્‍યાન્હાભોજન યોજના, ગુણોત્સવવ, શાળા આરોગ્ય ચિકિત્સા, કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ જેવા રાજ્યકક્ષાના અભિયાનોના સુગ્રથિત આયોજન અને અમલીકરણ માટે તાલુકામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)ની રરપ જગ્યાસઓ મંજૂર કરવામાં આવી છે. આ રરપ (વર્ગ-ર)ની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂર જગ્યાઓ પૈકી પ0 ટકા બઢતી અને સેમી ડાયરેકટ ભરતીથી તથા પ0 ટકા સીધી ભરતીથી ભરવાનું નકકી કરવામાં આવ્યું છે.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની જગ્યાઓ ઉભી થતાં, સર્વશિક્ષા અભિયાન, તાલુકાની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, સી.આર.સી. અને બી.આર.સી.ની કામગીરી સહિત ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તથા રાઇટ ટુ એજ્યુ કેશન (RTE) જેવા ધારાઓના વિનિયમન અને દેખરેખ વધુ સુવ્યઅવસ્થિઇત ધોરણે થઇ શકશે, એમ પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યુંન હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.com